સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

અમરેલીમાં વાવડીના પાટીયા પાસે કાર હડફેટે મોત નિપજતા અરેરાટી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૪ : ચલાલા ખાંભા રોડ વાવડી ગામના પાટીયા નજીક કમ્પાસ જીપ જીજે.૨૩સી૪૮૭૭ના ચાલકે પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી મારૂતી ઝેનજી.જે.૦૧એચ.સી૫૬૨૪મા રાહુલ ચકુભાઇ સોલંકી (ઉવ.૩૦) જેમના ચાલક રવિભાઇ વિનુભાઇ ગાંગડીયા તેમજ અન્ય એક રહે. ફતેપુર વાળાની કાર સાથે અથડાવી અકસ્માત કરતા રાહુલભાઇ સોલંકી સામાન્ય છોલાણ થયેલ. અન્ય એકને પગમાં ફેકચર થયેલ હતું. જ્યારે ચાલક રવિભાઇ ગાંગાડીયાએ જમણા પગે ફેકચર તેમજ સ્ટેરીંગ વાગવાથી મુંઢ ઇજા થતા પ્રથમ અમરેલી અને ત્યાંથી વધુ સારવાર માટે ખસેડાતા તેમનું મોત નિપજવાનું રાહુલભાઇ સોલંકીએ જીપ ચાલક સામે ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

ખાંભાના ડેડાણ ગામે બાપાસિતારામ ચોકમાં દેકારો થતા હેડ કોન્સ. મહેશભાઇ અને એલઆરડી મનીષભાઇ ઝાલા ફરજ ઉપર હતા તેથી ઘટના સ્થળે જતા રાજુલાના શિવા વાલાપથડા માર મારતો હોવાથી તેને રોકવા ગયેલ તેથી શિવાએ પોતાની મારૂતિ બેઝાજી.જે.૧૪બી.એ.૧૨ લઇને પુર ઝડપે ચલાવી મહેશભાઇ ઉપર જીવલેણ હુમલો કરતા પાણીના ટાંકાના ઓટલા ઉપર ચડી ગયેલ અને ગાળો બોલી ધમકી આપ્યા અંગે ફરિયાદ ખાંભા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ પી.એસ.આર એચ.એસ.સેગલીયા ચલાવી રહેલ છે.

મારમાર્યો

ડુંગરના માંડળથી બાલાપર જવાના રોડ ઉપર બાલાપર ગામના રાજુભાઇ અરજણભાઇ નાવર (ઉવ.૪૦)ને અગાઉ મંગળુ અમરૂભાઇ મેગળ સાથે રસ્તામાં ચાલવા પ્રશ્ને બોલાચાલી થયેલ હતી. જે મનદુઃખ રાખી મંગળુ અમરૂભાઇ, જસુ કાથળભાઇ, મેરામ નાગભાઇ મેગળ એ ગાળો બોલી જ્ઞાતિપ્રત્યે હડધુત કર પાઇપ, ધોકા અને ઢીકાપાટુ વડે મારમારી ધમકી આપ્યાની ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મારામારી

રાજુલા તાલુકાના વડલી ગામે રહેતા હર્ષદભાઇ વિનુભાઇ બાબરીયા (ઉવ.૨૧) ને પોતાના ઘર પાસે ઉભા હતા. ત્યારે હિતેષ લાખાભાઇ બાખરીયાએ કહેલ કે મારી સામે કેમ જોવે છે તેવું જણાવી ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી છરી બતાવી ધમકી આપ્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જુગાર

સાવરકુંડલામાં જેસર રોડ મધુવન સોસાયટીમાં જુગાર રમતા હર્ષદ ઉર્ફ હકા વ્રજલાલભાઇ સુચક, રીતેષ કિશોરભાઇ સુચક, જતીન અરવિંદભાઇ પરમાર, ઇમરાન રફીકભાઇ થારાણી મીલન હર્ષદભાઇ સુચકને હેડ કોન્સ. જયદિપસિંહ ગોહીલએ રોકડ રૂ. ૨૨,૪૦૦ તેમજ ૫ મોબાઇલ રૂ. ૨૦,૫૦૦ મળી કુલ રૂ. ૪૨,૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

(12:50 pm IST)