સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

જુનાગઢ કેશોદ, ભેંસાણમાં જુગાર દરોડા, ૧૬ મહિલા સહિત ૩૦ શખ્સોની ધરપકડ

રોકડ સહિત રૂ.૧ લાખથી વધુનો મુદામાલ કબ્જે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૪: જૂનાગઢ, કેશોદ અને ભેંસાણ વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડીને ૧૬ મહિલા સહિત ૩૦ શખ્સોને રૂ.૧ લાખથી વધુનાં મુદામાલ સાથે ધરપકડ કરતા જુગારરની આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

જૂનાગઢનાં દોલતપરામાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની જાણ થતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એ ડીવીઝન પોલીસે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે પારસ માધાભાઇ સાગઠીયા, કમલેશ ખીમજી પાથર, ઉકાભાઇ જગા સિંગળ, અમીન હારૂન ચોપડા અને દિનેશ તવજી ચાવડાને રૂ.૩૦૬૧૦નાં મુદામાલ સાથે ઘોડીપાસાનો જુગાર રમતા પકડી પાડયા હતા.

તેમજ જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર  આવેલ દિપાલીપાર્ક-૩માં કાજલબેન ચંદ્રેશ દેત્રોજા તેની સાસુનાં મકાનમાં જુગાર રમાડતી હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડયો હતો.

અહીંથી પોલીસે કાજલ તેમજ જયશ્રી બેન જયસીંગ જાદવ, હર્ષાબેન જયભાઇ પટેલ, નીતાબેન કરશન સાંગાણી, અનસોયાબેન કાન્તી દેકીવાડીયા, રમાબેન ભીમજી પટેલ, રંજન ગોપાલભાઇ પટેલ, પુષ્પાબેન વ્રજલાલ અદોદરીયા, રમાબેન ભુપત પોશીયા અને વીરમ હરદાસ વાઢેરને રૂ.૭૩૭૧૦નાં મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લઇ તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ભેંસાણનાં મેંદપરા ગામેથી પોલીસે અલારખા, કાસમ મામદ, સામત બાલુ સહિત ૮ જુગારીની રૂ.૨૩૭૩૦ સાથે ધરપકડ કરી હતી.

તેમજ કેશોદનાં પ્રાસંલી ગામમાંથી પોલીસે મનીષાબેન હમીર બાબરીયા, ઉષાબેન વિક્રમભાઇ વિરડા, મણીબેન લખમણ ખાણીચા, હીના દિનેશભાઇ બાબરીયા, મનીષા પ્રફુલભાઇ મક્કા, કમળાબેન અરજણ કારેથા અને હિરબાઇ ભનુભાઇ બાબરીયાને રૂ.૧૧૨૪૦ સાથે તીનપત્તીનો જુગાર રમતા પકડી પાડી હતી.

(12:51 pm IST)