સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

જામનગરના દાઉદી વ્હોરા સમાજ દ્વારા વરસાદી પાણીના જળસંચયનો સેમીનાર યોજાયો

જામનગર : મુલ્લા મેડી ખાતે આવેલ સૈફી મસ્જીદમાં વોટર હાવેસ્ટિંગ પ્રોજેકટની પધ્ધતિ પ્રદર્શિત કરવામાં આવેલ અને વોટર હાવેસ્ટિંગ અંગે ચચા કરવા માટે એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં મુખ્ય મહેમાન મેયર શ્રીમતી બીનાબેન કોઠારી હતા., દાઉદી વ્હોરા સમાજના હેડ અબીતમીમભાઇ સાહેબ અધ્યક્ષ સ્થાને હતા અને જલ યોધ્ધાના નામે ઓળખાતા શરદભાઇ શેઠ મુખ્ય વકતા હતા.જાગૃતતા સેમીનારમાં વિવિધ જ્ઞાતિના આગેવાનો, કોર્પોેરેટરો, પર્યાવરણીય સંગઠનો અને સામાજીક સંસ્થાના, પ્રતિનિધી અને દાઉદી વ્હોરાના સમાજના વરિષ્ઠ સભ્યો ઉપસ્થિત રહેલા. પ્રોજેકટના કો-ઓડીનેટર સીએ ઓનઅલીભાઇ મોદીના જણાવ્યા અનુસાર આ સેમીનારનો હેતુ અમારી મસ્જિદમાં થયેલ જળસંચયના પ્રયાસ દ્વારા જળસંચયની જાગૃતિ ફેલાવવાનો છે. મસ્જિદ ટેરેશના આશરે ૪૦૦૦ ચોરસ ફૂટના એરીયાનું પાણી ફિલ્ટરના મારફતે કુવામાં ઉતારવામાં આવેલ છે. જેના કારણે ભુગર્ભ જળનું સ્તર ઉપર આવશે. જળસંચના અભિયાનમાં દાઉદી વ્હોરાની વૈશ્વિક સામાજીક પાંખ 'પ્રોજેકટ રાઇઝ' અને પર્યાવરણ સંગઠન બુરહાની ફાઉન્ડેશનની સાથે રોટરી કલબ ઓફ ઇમેજીકા જોડાયેલ. કાર્યક્રમને સફળ બનાવવામાં દાઉદી વોહરા જમાત અને પ્રોજેકટ રાઇઝની ટીમ જામનગરના સભ્યોએ જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેકટ સહ કો-ઓર્ડીનેટર આર્કીટેકટ એ.ટી.અત્તરવાલાએ કરેલ.

(12:53 pm IST)