સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકાઓમાં વ્યાપક વરસાદ ભાણવડ શહેર કોરું !!

બે થી ચાર ઇંચ વરસાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૪ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારે વરસાદી વાતાવરણ બાદ બપોરથી મેઘરાજાનું હેત વરસવું શરૂ થતાં ધરતીપુત્રો આનંદમાં આવી ગયા હતાં.

ખંભાળીયા શહેર તથા તાલુકાના પપ થી ૬૦ જેટલા ગામોમાં બે થી ત્રણ ઇંચ જેટલો વ્યાપક વરસાદ પડયો હતો તથા શહેરી વિસ્તારમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે ખંભાળીયા, ભાણવડ, ખંભાળીયા, દ્વારકા, ખંભાળીયા, પોરબંદર તથા ખંભાળીયા - જામનગર રોડ પરના ગામોમાં પણ વ્યાપક વરસાદ પડયો હતો.

ખંભાળીયા - ભાણવડ રોડ પર ગુંદા સુધીના ગામો સુધી ભારે વરસાદ પડતા બન્ને તરફના ખેતરો પાણી પાણી થઇ ગયા હતાં. તથા અઢીથી ત્રણ ઇંચ વરસાદ પડયો હતો જયારે ભાણવડમાં કંઇ પડયો નહતો.

ખંભાળીયા - દ્વારકા રોડ પરના ગામોમાં પણ અઢીથી સાડા ત્રણ અને કયાંક ચાર - પાંચ ઇંચ સુધીનો વરસાદ પડયો હતો તો કલ્યાણપુર તા. ના ભાટીયા લાંબા, ધતુરીયા, દૂધીયા, જામપા, રાજપરા, સહિતના ગામોમાં પણ ભારે વરસાદ પડયો હતો, જેને કારણે ઢગલાબંધ તળાવો, ચેક ડેમો ભરાઇ ગયા હતાં.

(12:54 pm IST)