સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર પ તાલુકામાં હળવા ઝાપટા

રાજકોટ, તા. ૧૪ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવના માહોલ સાથે આજે સવારથી બપોર સુધીમાં ૪ કલાકમાં માત્ર પ તાલુકામાં હળવા ઝાપટા પડયા છે.

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, ગીર સોમનાથ જીલ્લાના તાલાલામાં ઝાપટા વરસ્યા છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જીલ્લાના કેશોદ, મેંદરડા, અને માણાવદરમાં વરસાદી ઝાપટા પડયા છે.

(2:34 pm IST)