સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

ખંભાળીયામાં પોણો ઇંચ : સૌરાષ્ટ્રના ૭ તાલુકામાં ઝાપટા

રાજકોટ, તા. ૧૪ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વરસાદના જોરમાં ઘટાડો થયો છે.

આજે સવારથી બપોરના ર વાગ્યા સુધીમાં હળવા ભારે ઝાપટ રૂપે વરસાદ વરસ્યો છે.

આજે બપોરે ૧ર થી ર દરમિયાન ગીર સોમનાથ જીલ્લાનાં ખંભાળીયામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે.

અમરેલી જીલ્લાના રાજુલા અને વડિયામાં તથા પોરબંદર અને રાણાવાવમાં તેમજ રાજકોટ જીલ્લાના જેતપુર, જામકંડોરણામાં વરસાદી ઝાપટા વરસ્યા છે. આવી રીતે સૌરાષ્ટ્રના ૭ તાલુકામાં ઝાપટા પડ્યા છે.

(3:26 pm IST)