સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા આસોટા ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિ : 5 ઇંચ જેટલા ભારે ગામમાં પાણી ફરી વળ્યાં

ગામની બજારો તેમજ વોકળામાં ધસમસતા પાણીના પુર જોવા મળ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા આસોટા ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે, આજે બપોરે થયેલા વરસાદને પગલે મોટા આસોટા ગામની અંદર પાણી ફરી વળ્યાં છે

અંદાજીત 5 ઇંચ જેટલા વરસાદથી ચારે તરફ પાણી પાણી થઇ ગયા છે,ગામની બજારો તેમજ વોકળામાં ધસમસતા પાણીના પુર જોવા મળ્યા છે.ભારે વરસાદના પગલે ચારે તરફ પાણી ફરી વળ્યાં છે

(5:52 pm IST)