સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

મોરબીમાં વધુ એક દર્દી સ્વસ્થ : જીલ્લામાં હવે કોરોનાના માત્ર ૩ એક્ટીવ કેસ રહ્યા

મોરબી જીલ્લામાં આજે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી

મોરબી જીલ્લામાં કોરોનાના નવા કેસોમાં બ્રેક જોવા મળે છે તો સાથે જ કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થતા એક્ટીવ કેસનો આંક પણ ઘટી રહ્યો છે જેમાં વધુ ૦૧ દર્દી સ્વસ્થ થયા હોય હવે એક્ટીવ કેસનો આંક ૦૩ રહ્યો છે

આજે મોરબી તાલુકાના વધુ ૦૧ દર્દી કોરોના સામેનો જંગ જીતી ગયા છે અને હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે તો મોરબી જીલ્લામાં આજે નવો એકપણ કેસ નોંધાયો નથી વધુ એક દર્દી સ્વસ્થ થતા મોરબી જીલ્લામાં હવે એક્ટીવ કેસનો આંક માત્ર ૦૩ રહ્યો છે

(8:28 pm IST)