સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

ટંકારામાં કોલસા ચોરીના ગુન્હામાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લીધો

ટંકારા પોલીસ સ્ટેશનમાં કોલસા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી બે વર્ષથી નાસતો ફરતો હોય જેને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે દબોચી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમીયાન ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ કોલસા ચોરીના ગુન્હામાં આરોપી ટીકમાંરામ ગોપારામ મેઘવાલ રહે બાડમેર રાજસ્થાન વાળો માળિયાની ભીમસર ચોકડી ખાતે હોવાની બાતમીને પગલે ટીમે ભીમસર ચોકડી પાસેથી આરોપીને ઝડપી લઈને ટંકારા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

(12:25 am IST)