સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

મોરબીની રફાળેશ્વર ચોકડી પાસેથી ટ્રકના ચોરખાનામાંથી દારૂ-બીયર ઝડપાયો: ત્રણ શખ્શોની અટકાયત: ટ્રક સહીત કુલ રૂ ૧૨,૩૩,૯૪૦ ની કિમતનો મુદામાલ જપ્ત

 

મોરબીના રફાળેશ્વર ચોકડી પાસે ટ્રેઇલર ટ્રકના ચોરખાનામાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપી લઈને પોલીસે ત્રણ શખ્શોની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રફાળેશ્વર ચોકડી પાસે આવેલ રામદેવ એન્ડ બિશ્નોઈ હોટલ વાળા રાજુ શંકર બિશ્નોઈએ ઈંગ્લીશ દારૂ મંગાવેલ હોય જે એક ટ્રકમાં આવવાનો હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી જેમાં ટ્રક આરજે ૧૯ જીએફ ૭૯૧૪ ને આંતરી તલાશી લેતા ચોરખાનામાંથી ઈંગ્લીશ દારૂ ૬૪ બોટલ કીમત રૂ ૨૯,૪૪૦ અને બીયર નંગ ૪૫ કીમત રૂ ૪૫૦૦ મળી આવતા પોલીસે ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો તેમજ ટ્રક સહીત કુલ રૂ ૧૨,૩૩,૯૪૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે

જે માલ મંગાવનાર રાજુ શંકરલાલ બિશ્નોઈ રહે હાલ રફાળેશ્વર મૂળ રાજસ્થાન તેમજ માલ લાવનાર શ્રવણરામ બાબુરામ બિશ્નોઈ અને હનુમાનરામ કાનારામ બિશ્નોઈ રહે બંને રાજસ્થાન એમ ત્રણ ઇસમોને ઝડપી લીધા છે

(12:29 am IST)