સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

હળવદના માથક ગામ નજીક ડમ્પર વાહન આડું બાઈક ઉભું રાખી બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી :ફરિયાદ

હળવદના માથક ગામ નજીક ડમ્પર વાહન આડું બાઈક ઉભું રાખી એક ઇસમેં યુવાનને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

હળવદના ખેતરડી ગામના રહેવાસી વિષ્ણુ મયાભાઈ દેકાવડીયાએ પોલીસ ફરિયાદે નોંધાવી છે કે તે પોતાનું ડમ્પર લઈને ઘર તરફ જતા હોય ત્યારે માથક ગામે સુંદરીભવાની જવાના રોડ પાસે આરોપી વિજય ઉર્ફે અંકલો ભૂપત રહે માથક વાળો પોતાનું બાઈક લઈને ડમ્પર આગળ ઉભી રાખીને જૂની અદાવતને કારણે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી

(12:40 am IST)