સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

પાટણવાવ ખાતે ૧.૩૫ કરોડના દારૂ બિયરના જથ્થાનો નાશ

 ધોરાજી : રાજકોટ જીલ્લાના જેતપુર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી હેઠલ આવતા ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જામકંડોરણા, પાટણવાવ સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઝડપાયેલ ઇંગલિશ દારૂ અને બિયરના જથ્થાનો પાટણવાવ પાસે નાશ કરવામાં આવ્યો છે જેમાં અલગ-અલગ બ્રાન્ડની ઇંગલિશ દારૂની બોટલો અને બિયરના જથ્થાનો નાશ કરી કુલ રૂ. ૧,૩૫,૯૭,૬૪૮/- નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે. આ નાશ કરવાની પ્રક્રિયામાં ધોરાજી પ્રાંત અધિકારી ગૌતમ મીયાણી, જેતપુર નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, રાજકોટ નશાબાંધી ઇન્સ્પેકટર, તેમજ ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જામકંડોરણા, પાટણવાવ પોલીસ સ્ટેશનના પીઆઇ અને પીએસઆઇ તેમજ પોલીસ કાફલો હજાર રહ્યો હતો અને જેસીબી તેમજ રોલરની મદદથી આ દારૂ-બિયરના જથ્થા નો નાશ કરવામાં આવ્યો હતો.(તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)

(10:26 am IST)