News of Thursday, 14th October 2021
કચ્છના માંડવીમાં મહિલા જુગાર ક્લબ ઝડપાઈઃ ભાજપ નગરસેવિકા સહિત ૮ મહિલા સામે કેસ
(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૪ : કચ્છના માંડવીમાંથી પોલીસે મહિલા જુગાર કલબ ઝડપી પાડી છે. માંડવીના બાબાવાડીમાં સુમતીનાથ કોમ્પલેક્ષમાં ૮ મહિલાઓ સાથે ૫૧ હજારની રોકડ અને બે મોબાઇલ સાથે ૬૧,૫૦૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. મકાનમાલિક હંસાબેન દિલીપ ઠકકર પોતાને ઘેર અન્ય મહિલાઓને બોલાવી જુગાર રમાડતા હતા. પોલીસે માંડવી પાલિકાના ભાજપના સદસ્ય ક્રિષ્નાબેન તરુણ ટોપરાણી ઉપરાંત પ્રભાબેન સુંદરજી જોશી, મંજુલાબેન નારાણભાઈ વેકરીયા, ભારતીબેન ભરત સલાટ, વસુબા રતનસિંહ જાડેજા, રોમતબાઈ આદમ કેચા, હર્ષિદાબેન સંજય ખત્રી સામે ગુનો નોંધી અટક કરી કોર્ટની તારીખે હાજર થવાની શરતે મુકત કર્યા હતા.માંડવી પીઆઈ આર.સી. ગોહિલ અને સ્ટાફે આ કામગીરી હાથ ધરી હતી.
(10:54 am IST)