સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

દોસ્‍ત દોસ્‍ત ના રહા.. ભચાઉના દુકાનદારનો મિત્ર ૧૩ લાખ રોકડા લઇ છુ..

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૪ :  ભચાઉમાં રહેતા અને શાકભાજીના હોલસેલ વ્‍યાપાર સાથે આંગડિયા પેઢી ચલાવતાં દીપક ચંદુલાલ ઠકકરે પોતાના મિત્ર ધવલ પ્રભુદાસ કાપડી સામે ૧૩ લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ગત તા.૨૬/૯ ના રોજ ધવલે પહેલાં ૩.૧૩ લાખ રૂપિયા મિત્ર દાવે ઉધાર માંગ્‍યા હતા જે દીપક ઠક્કરે સામખિયાળી વિજય ડેરીમાંથી લઈ લેવા કહ્યું હતું. બાદમાં ફરિયાદી દીપકભાઈએ પોતાના બીજા રૂ.૧૧ લાખ સામખિયાળીથી લઈ આવવાનું કહેતા આરોપી મિત્ર ધવલ કાપડી તે લઈને છુ થઈ ગયો હતો. ધવલ ઘેર પણ ન હોઈ અને તેનો ફોન બંધ હોઈ આ અંગે દીપક ચંદુલાલ ઠક્કરે ધવલ પ્રભુદાસ કાપડી વિરુદ્ધ ભચાઉ પોલીસને ફરિયાદ કરી છે.


 

(11:12 am IST)