સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

પાલીતાણામાં બે લાખનો દારૂ કબ્જે

ભાવનગર તા.૧૪ : ભાવનગર એલસીબી પોલીસે વિદેશી દારૂની ૮૩૮ બોટલો ઝડપી લીધી છે.

લોકલ ક્રાઇમબ્રાન્ચની ટીમ પુર્વે બાતમીને આધારે પાલીતાણાનાં ભીલવાસ વિસ્તારમાં ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનો બોઘાભાઇ બારૈયાની વાડીમાં દરોડો પાડી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ૮૩૮ કિંમત રૂ.ર૦૯૮૦૦નો મુદામાલ ઝડપી લઇ આરોપીને ઝડપી લેવા તજવીજ  હાથ ધરી છે. દરોડાની આ કાર્યવાહીમાં હે.કો. રાજયપાલસિંહ સરવૈયા, વનરાજભાઇ ખુમાણ, હિતેશભાઇ મકવાણા, જયરાજસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા.

(11:27 am IST)