સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

આજે છેલ્લુ નોરતુ : કાલે દશેરા -શસ્ત્રપુજન સાથે નવલા નોરતાનો વિરામ

રાજકોટ,તા. ૧૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં નવલા -નોરતાનો કાલે વિરામ થશે. આજે છેલ્લુ નોરતુ છે આવતીકાલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે.

આજે પ્રાચીન ગરબીઓમાં રાસ-ગરબાની રમઝટ બોલ્યા બાદ લ્હાણીનું વિતરણ કરવામાં આવશે.

કાલે દશેરા પર્વ નિમિતે મિઠાઇ-ફરસાણની લોકો મજા માણશે અને રાત્રીના રાવણ દહન કરાશે.

ક્ષત્રિય સમાજ દ્વારા કાલે શસ્ત્રપૂજન કરવામાં આવશે.

બોટાદ

બોટાદ કાઠી ક્ષત્રીય સેના ના પ્રમુખ સુર્યસેના સૂપ્રિમો સામતભાઈ જેબલીયાની અધ્યક્ષતામાં શસ્ત્ર પુજન અને શોભાયાત્રાનો કાર્યક્રમતા.૧૫ને શુક્રવારે પાળીયાદ રોડ, સુભમકોમ્પ્લેક્ષ ખાતે સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન કુળગોર દ્વારા શાસ્ત્રોકત વિધિથી યોજાશે, અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે, વિજયાદશમી નો ઉત્સવ ભારતભરમાં ઉજવાય છે, વિજયા દશમી એટલે અસત્ય ઉપર સત્યનો વિજય, દેત્યો ઉપર દેવોનો વિજય, આજ દીવસે શ્રી રામપ્રભુએ રાક્ષસ રાજ રાવણનો વધ કરેલ તેમજ આજ દીવસે માં ચામુંડાએ દત્ય ચંડમુંડ (રાક્ષસ)નો વધ કરેલ. એટલે આ વિજયાદશમી ઈતિહાસ સાથે વણાયેલી છે, અને ક્ષત્રિય સમાજ માટે આ વિજયાદસમીનું પર્વ દિવાળી કરતા મોટુ માની ઉજવે છે, તેથી દર વર્ષની આ વર્ષે પણ કાઠી ક્ષત્રીય સેનાના પ્રમુખ સૂર્યસેના સુપ્રિમો સામતભાઈ જેબલીયાની અધ્યક્ષતામાં અને સંતો મહંતો અને ક્ષત્રીય સમાજના મહાનુભાવોની બહોળી સંખ્યા ઉપસ્થીત રહેશે.

તેમાં સૌરાષ્ટ્ર કાઠીયાવાડમાંથી અનેક કાઠી ક્ષત્રીય સમાજના મહાનુભાવો (જુનવાણી પહેરવેશ) માં સુરવાલ-સાફો બાંધી હાથમાં શક્તિરૂપેણ તલવારો બંદુકો ધારણ કરી રજવાડી ઠાઠમાં ઉપસ્થીત રહેશે તેમાં મહાનુભાવો જાડાશે શસ્રપુજન બાદ શોભાયાત્રા બોટાદના રાજ માર્ગો ઉપર નીકળશે ત્યારે નગરજનોને રાજાશાહી યુગની ઝલક જાવા મળશે અને અગાઉના રાજાશાહી યુગમાં રજવાડા દ્વારા તલવારબાજી, રાઈફલ શુટીંગ, અશ્વદોડ, ગાડાદોડ, ઉંટ દોડ, મલકુસ્તી જેવા કાર્યક્રમો યોજાતા તેમબોટાદ કાઠી ક્ષત્રીય સેનાના ­મુખ ગૌરક્ષક શ્રી સામતભાઈ જેળલીયાની યાદીમાં જણાવ્યું છે.

(11:29 am IST)