સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

પોરબંદર : દેશીદારૂનો નાશ કરાયો

 પોરબંદર : રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાણાવાવ તથા તેમના સ્ટાફ દ્વારા બરડા જંગલ વિસ્તારમાંથી સઘન પેટ્રોલીંગ કરી બે દારૂની ભઠ્ઠીઓ ઝડપી લેવામાં આવેલ છે. અને આ દારૂ સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. થોરીયાનેશ નજીકના જંગલ વિસ્તારમાં ચાલુ દારૂની ભઠ્ઠી પર રેડ કરી લખુ ભાયા કોડિયાતર રે. વીજફાડિયાનેશને પકડી પાડવામાં આવેલ. સ્થળ પર દેશી દારૂનો આથો આશરે ૧રપ લી. નાશ કરેલ. ગંડીયાવરા નેશથી અંદરના ભાગેથી દારૂની ભઠ્ઠી પર રેડ પાડતા તહોમતદારો નાશી ગયેલ હતા પરંતુ સ્થળ પરથી મળી આવેલા મોબાઇલ ફોન પરથી તપાસ શરૂ કરેલ છે. સ્થળ પર દારૂનો આથો અંદાજે ૩૦૦ લી. નાશ કરેલ છે. દેશી દારૂનો નાશ કરાયો તે તસ્વીર.

(12:36 pm IST)