માળિયાના નીરૂબેનનગર નજીકથી દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો: અન્ય બે આરોપીના નામો ખુલ્યા
માળિયા તાલુકાના નીરૂબેનનગર ગામના પાટિયા પાસેથી બાઈકમાં દેશી દારૂનો જથ્થો લઇ જતા ઈસમને પોલીસે ઝડપી લીધો છે તો અન્ય બે આરોપીના નામો ખુલ્યા હોય જેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન નીરૂબેનનગર ગામના પાટિયા પાસેથી બાઈક જીજે ૦૩ ઈજી ૦૪૨૦ ને આંતરી તલાશી લેતા દેશી દારૂ ૩૦૦ લીટર કીમત રૂ ૬૦૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે બાઈક અને દેશી દારૂ સહીત ૫૧,૦૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે અને બાઈક સવાર આરોપી નદીમ ઉમરદીન જામ રહે ભીમસર ચોકડી પાસે માળિયા વાળાને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપીઓ તાજમહમદ કરીમ સંઘવાણી (રહે વાડા વિસ્તાર માળિયા) અને અલી ગુલ મામદ સંઘવાણી (રહે નવાગામ તા. માળિયા વાળા) ના નામ ખુલતા બંને ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે