મોરબી :પરણીતાને સાસરિયામાં પતિ સહિતના સાસરિયાઓ દ્વારા મારકૂટ કરી શારીરિક માનસિક દુખ ત્રાસ આપતા હોવાની ફરિયાદ
મોરબીના મહેન્દ્રનગરની વતની પરણીતાને સાસરિયામાં પતિ સહિતના સાસરિયાઓ દ્વારા મારકૂટ કરી શારીરિક માનસિક દુખ ત્રાસ આપતા હોવાની ફરિયાદ મોરબી મહિલા પોલીસ મથકમાં નોધાઇ છે
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા ભાવિકાબેન જસમતભાઈ ફૂલતરીયાને આરોપી પતિ સંદીપભાઈ ગણપતભાઈ ચાડમિયા અને સાસુ કંચનબેન ગણપતભાઈ ચાડમીયા રહે-બંને વિશ્વાસ સોસાયટી સરા રોડ હળવદ એ નાની નાની બાબતે તેમજ ધરકામ બાબતે ઝગડાઓ કરી ગાળો આપી મારકૂટ કરી શારીરિક માનસિક દુખ ત્રાસ આપતા હોય અને આરોપી મામાજી સસરા કાનજીભાઈ ઘનજીભાઈ કાલરીયા રહે-ઉમા ટાઉનશીપ મહેન્દ્રનગર તથા નણંદ સુમિતાબેન કૌશિકભાઈ કાસલોડીયા રહે-સોલડી ધ્રાંગધ્રાએ આરોપી પતિ સંદીપભાઈ અને સાસુ કંચનબેનનું ઉપરાણું લઇ મેણાટોણા મારી ગાળો આપી હોવાની ફરિયાદ ભાવિકાબેન ફૂલતરીયાએ મોરબી મહિલા પોલીસ મથકમાં નોધાવી છે તો મોરબી મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે