સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th January 2021

ઉતરાયણના દિવસે મોટી પાનેલીમાં મિસાઇલ રોકેટ જેવો પદાર્થ દેખાયો લોકોમાં આશ્ચર્ય ફેલાયું

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા. ૧૫:  ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં ઉત્ત્।રાયણના દિવસે બપોર વચ્ચે જ આકાશમાં રોકેટ મિસાઈલ જેવો પદાર્થ ઉડતો જોવા મળતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું ઉત્ત્।રાયણનો તહેવાર હોય અને બપોર વચ્ચે બરાબર અઢી વાગ્યાના સુમારે લોકો ધાબા ઉપર પતંગ ચગાવતા હોય તેવામાં જ આ રોકેટ જેવો પદાર્થ આકાશમાં ઉપર ચડતો જોવા મળતા લોકોમાં ગજબનું આશ્ચર્ય ફેલાયું અને પોતાની પતંગ મૂકીને આ વિચિત્ર પદાર્થ સામે નજર ટકટકાવી હતી આ રોકેટ જેવો પદાર્થ જોતજોતામાં આકાશમાં ઉંચે સુધી ઉપર તરફ જતા પાછળ ધુમાડાની લાંબી કતાર જોવા મળી હતી ઉપર જઈને ફરીથી વળાંક લઈને નીચે તરફ ઘસી આવી થોડીવારમાઁ હવામાંજ અદ્રશ્ય થઈ ગયેલ.પાડોસી દેશો સાથે હાલ જે પ્રકારે તનાવ ચાલી રહ્યો હોય આવો મિસાઈલ જેવો મસમોટો પદાર્થને આકાશમાં ઉપર જતો જોઈને લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

(12:25 pm IST)