સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th January 2021

કચ્છના માંડવીમાં દરિયામાં સહેલાણીઓની બોટ ડૂબતા અમદાવાદના મહિલાનું મોત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ : માંડવી બીચ ઉપર દરિયામાં સહેલાણીઓને ફરવા લઈ જતી રાઈડીંગ બોટ પલટી ગઈ હતી. બોટમાં સવાર પાંચ સહેલાણીઓ પૈકી એક મહિલાનું ડૂબી જતાં મોત નિપજયું છે.

મૃત્યુ પામનારા મહિલા બેલાબેન ગિરીશ ઠકકર (ઉ.૫૧) મણિનગર, અમદાવાદથી સહ પરિવાર કચ્છ ફરવા આવ્યા હતા.  જયારે બોટમાં સવાર અન્ય ચાર સહેલાણીઓને બચાવી લેવાયાં હતા.

(3:18 pm IST)