સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th January 2021

પોરબંદર દરિયાઇ રસ્તેથી ડ્રગ્સ ઘુસાડવા પાકિસ્તાનનો મલીન ઇરાદો

પોરબંદર કાંઠા વિસ્તારના અંતરિયાળ ગામના રસ્તે પ્રથમ નાના કન્સાઇમેન્ટનો પ્રયોગ સફળ થાય તો મોટા કન્સાઇમેન્ટ પાર પાડવાનો તરફ ઇશારો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર ૧પ : પોરબંદરના દરિયા રસ્તે દેશમાં ડ્રગ્સ કન્સાઇમેન્ટ ઘુસાડવાનો પાકિસ્તાનનો મલીન ઇરાદો હોવાનું દેશ હીત માટે કાંઠા ઉપર નજર રાખતા ડેન્જર અનેચાર્લીએ ઇશારો કરેલ છે.

 પોરબંદર કાંઠા વિસ્તારના અંતરીયાળ ગામોના નઘણીયાત વિસ્તારના રસ્તે ડ્રગ્સ અને દેશ માટે અન્ય  નુકશાનકારક પદાર્થો ઘુસાડવા પ્રથમ નાના પ્રયોગ કરી જો તે સફળ થાય તો મોટા કન્સાઇમેન્ટ પાર પાડવા ઇશારો  પાકિસ્તાન દ્વારા થઇ રહ્યાનું ડેન્જર અનેચાર્લીએ દેશ હિત માટેના સર્વે ઉપરથી જણાવેલ છે.

ત્રણ વર્ષ પહેલા કચ્છની જળસીમા પાસે સુરક્ષા એજન્સીઓએ દેશમાંથી ડ્રગ્સ કન્સાઇમેન્ટ ઘુસાડવાના પ્રયાસને સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવી દીધું હતું કચ્છના જખૌ નજીક સીરક્રીકમાં થોડા સમયથી દેશના યુવાનને નશાના રવાડે ચઢાવવા નશાકારક સફેદ નશીલા પાવડરના પેકેટ બિનવારસી મળી આવેલ હતા. 

ભૂતકાળમાં ૧૯૯૦ પછી પોરબંદર દરિયાકાંઠા વિસ્તારમાં કસ્ટમની ભૂમિકા નબળી રહી હતી અને ત્યાર પછીના સમય ગાળામાં એલસીબીએ ઓડદર અને ગોસાબારામાં આરડીએકસ તથા હથિયાર અને ચાંદીનું લેન્ડીંગ પકડવા સફળ કામગીરી હતી.

આરડીએકસ લેન્ડીંગ બાદ  ર દાયકા પછી ં ડ્રગ્સ માફિયાઓ સક્રિય થયેલ જેમાં નેવી અને કોસ્ટગાર્ડે અગાઉ ડ્રગ્સના ર કન્સાઇમેન્ટ પકડી પાડયા હતા.

કચ્છ જળસીમાએ નેવી અને કોસ્ટગાર્ડનું પેટ્રોલીંગ મજબુત છે છતા પાકિસ્તાન મરીન ભારતની હદમાં ઘુસી જઇને માછીમારોના અપહરણ કરી જાય છે.કેટલીકવાર ભારતીય માછીમારોને માર મારીને છોડી પણ દયે છે ડ્રગ્સ કન્સાઇટમેન્ટ પાર પાડવા ડ્રગ્સ માફિયાનો ડોળો પોરબંદરના સંવેદનશીલ કાંઠા ઉપર મંડાયેલ છે.ઇરાકના ચાહબાર બંદર ઉપરથી ે અફઘાનીસ્તાનના ગ્વાદર બંદર મારફત કોઇ મછીયારા કે આંગડિયા હસ્તક ડ્રગ્સ કન્સાઇમેન્ટના પ્રયોગ સફળ કરવા તેમજ કાંઠા ઉપર મજબૂત સુરક્ષા છતાં કોઇ છુપા માર્ગે ડ્રગ્સ ઘુસાડવા તરફ  ઇશારો થઇ રહ્યો છે. તેમ ડેન્જર અને ચાર્લી જણાવે છે.

(4:27 pm IST)