સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th January 2021

મોરબી જીલ્લા બિલ્ડર્સ એસોના પ્રમુખપદે ભરતભાઈ બોપલીયા , મહામંત્રી તરીકે વસંતભાઈ રાજકોટિયાની વરણી

જૂની કમિટીનું વિસર્જન અને સર્વસંમતીથી નવી કમિટીની રચના

મોરબી જીલ્લા બિલ્ડર્સ એસોની સાધારણ સભા તાજેતરમાં મળી હતી જેમાં જૂની કમિટીનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને સર્વસંમતીથી નવી કમિટીની રચના કરવામાં આવી છે જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરાઈ હતી કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત રહયા હતા

મોરબી જીલ્લા બિલ્ડર્સ એસોના પ્રમુખ તરીકે ભરતભાઈ બોપલીયા, ઉપપ્રમુખ તરીકે સંતોષભાઈ શેરશીયા, ભાવેશભાઈ કણઝારીયા અને રૂચિરભાઈ કારિયા તેમજ મહામંત્રી તરીકે વસંતભાઈ રાજકોટિયા, મંત્રી તરીકે રમણીકભાઈ આદ્રોજા, કોષાધ્યક્ષ તરીકે બાબુભાઈ ગોધવીયાની વરણી કરવામાં આવી છે

જયારે સલાહકાર સમિતિમાં વિનુભાઈ રૂપાલા, પરેશભાઈ પટેલ, શામજીભાઈ રંગપરીયા, સુભાષભાઈ દેત્રોજા અને ડી એલ રંગપરીયાની વરણી કરવામાં આવી છે તેમ મોરબી જીલ્લા બિલ્ડર્સ એસોના પૂર્વ પ્રમુખ શામજીભાઈ રંગપરીયાની યાદી જણાવે છે

(8:15 pm IST)