સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ચારમાંથી ત્રણ તબીબો કોરોના સંક્રમિત:નાના એવા ગામમાં સોપો પડી ગયો

અન્ય એક ડૉક્ટર ટ્રેનિંગમાં હોવાથી હોસ્પિટલમાં સારવારને લઇને ભારે હાલાકી પાડવાની સંભાવના

વાંકાનેર :ગત સપ્તાહે રાજકોટમાં જ એક સાથે 30 જેટલા તબીઈબો સંક્રમિત થયા બાદ હવે મોરબીના વાંકાનેરમાં પણ તબીબો સંક્રમિત થયા છે. વાંકાનેરની સિવિલ હોસ્પીટલના 4 માંથી 3 ડૉક્ટર કોરોના સંક્રમિત થતા નાના એવા ગામમાં સોંપો પડી ગયો છે. આ પરિણામે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરની વ્યવસ્થા સામે નવા સવાલ ઉભા થયા છે. કારણકે, અન્ય એક ડૉક્ટર ટ્રેનિંગમાં હોવાથી હોસ્પિટલમાં સારવારને લઇને ભારે હાલાકી થવાની સંભાવનાઓ વધી જાય છે. તાબોબો સંક્રમિત થતા,દર્દીઓએ નજીકમાં મોરબી અથવા રાજકોટ સુધી સારવાર માટે જવું પડવાની સ્થિતિનું નિર્માણ થયું છે.

ગુજરાતની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે. આજે કોરોનાના 10,019 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. તો 2 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીનો આજે કુલ 4831 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 55,798 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે.

(10:13 pm IST)