સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

''દા લેડી ઓફ હેવન'' ફિલ્મથી આખી દુનિયામાં શિયા સુન્ની વિવાદ થઇ શકે

મહૂવા,તા.૧૩ :  યુરોપ અને અમેરિકન તથા આફ્રિકાના દેશોમા એક ઇતિહાસિક ફિલ્મએ ધૂમ મચાવી છે અને વિશ્વની ત્રણ ઇતિહાસિક ફિલ્મા પેહલી  દા મેસેજ , બીજી ટેન કોમ્મમટસમેન્ટ , અને ત્રીજી ઉમર મુખ્તાર તથા ચોથા દર્જા પર જેનું નામ છે  ''દા લેડી ઓફ હેવન'' એટલે કે સ્વર્ગની સ્ત્રી , આવી શકે છે જેને સહુથી પેહલા ઇરાન અને ઇરાકના શિયા ઉલ્માએ જોવા પર પોતાની નારાઝગી દર્શાવી છે અને તે માટે  શિયા દેશોમાં આ ફિલ્મને બેન્ડ કરી દેવાય છે  બીજું તમામ મુસ્લિમ દેશોએ પણ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ફિલ્મને એક શિયા મૌલાના શેખ યાસીર-અલ-હબીબે બનાવી છે, જે કુવૈત દેશના એક શિયા આલીમે દિન છે અને  કુવેતનાજ વતની છે અને આજ ફિલ્મની આધાર પર તેઓને કુવૈતથી દેશ બાર કરવામાં આવતા હવે તેઓ અમેરિકા વયા ગયા છે જો કે આ ફિલ્મનું આખું શૂટ લંડનમાં થયું છે, મહુવાથી ફાતેમાબાનું કડકે જણાવ્યું હતુંકે ફિલ્મમાં જે ઇતિહાસ છે તેને ખાલી શિયા ફિરકાજ અકીદત અને એહતેરામથી માને છે કે ફાતેમા ઝેહરા પર ઝુલ્મ થયો અને તેનો હક્ક ગસબ કરવામાં આવયો તે માટે ૧૪૦૦ વર્ષથી આખી દુનિયામાં શિયા લોકો મજલિસો એટલે શોક સભા તથા માતમ કરે છે તે  છતાંય ફાતેમાબાનુ કડક કહે છે કે આ બધોજ ઇતિહાસ ઘણી ઇસ્લામી બૂકસમાં છે તે માટે ભારતીય લોકોનું સમર્થન બિલકુલ નહિ રેહશે ફાતેમાબાનું કડકે કહ્યુંકે મૂવીની વાર્તા અહીંથી શુરુ થાઇ છેકે એક સ્ત્રી જે ઇરાકમા દાઇશના હુમલામાં મૃત્યુ પામે છે, તે પછી તેનુ એક બાળક જે બચી જાઈ છે તો તેની દેખ રેખ એક સ્ત્રી કરે છે અને તે બાળકને પ્રોફેટ મોહમ્મદ સાહેબ(સ.અ.વ.વ.)ની દુખ્તર જનાબે ફાતેમા ઝેહરા પર પડનારી મુસીબતું સંભળાવે છે કે હૂજુરે પ્રોફેટ મોહમ્મદ સાહેબ (સ.અ.વ.વ.)ની એક દીકરી હતી જેનું નામ ફાતેમા ઝેહરા હતું અને તેના પતિ મોલા અલી હતા જેમણે રસુલે ખુદાએ યાની પ્રોફેટ મોહમ્મદ સાહેબ (સ.અ.વ.વ.)એ પોતાની છેલ્લી તીર્થયાત્રા, યાની છેલ્લી હજ પરથી પાંછા ફરતા સવા લાખ હાજી સહાબાની વચમાં પોતાના જાનશીંન મુકર્રર કર્યા હતા અને જયારે પ્રોફેટ મોહમ્મદ સાહેબ(સ.અ.વ.વ.)ની વફાત થઇ તે પછી, લોકોએ ફાતેમા ઝેહરાના ઘરને ઘેરી લીધુ . અને કહ્યુંકે મોલા અલીને ઘરની બારે કાઢો નહીતર અમો કોઈ એહતેરામ નહિ રાખશું અંતે લોકોએ જનાબે ફાતેમા ઝેહરાના ઘરનું બારણું બાળી નાખ્યું જેમા જનાબે મોહસીન શહાદત પામીયા હતા અને મૈૈાલા અલીને ઘર છોડવાની ફરજ પડી હતી, ફાતેમાબાનું કડકે  કહ્યુંકે કોઈ શિયા મુસ્લિમ ફિલ્મને જોવા એટલે માટે નહિ જાય કે તમામ શિયા ઉલ્માએ આ ફિલ્મને જેાવા માટે તથા બનાવનાર પર પોતાની નારાઝગી દર્શાવતા કહ્યું છે કે આ ફિલ્મથી આખી દુનિયામા શિયા સુન્ની ફસાદ શુરુ થઇ શકે છે , તે માટે ભારતમાં પણ શિયા લોકો આ ફિલ્મને ભાગ્યેજ કોઈ જોવા જઈ  શકે છે. તેમ હસન સમાએ એક પ્રેસ યાદીમાં જણાવેલ છે.

(11:29 am IST)