સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

થાનગઢમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને ૧૦૦ ટકા વેકસીનઃ હોમ આઈસોલેશન દર્દીઓને મામલતદાર દ્વારા ઘરે-ઘરે સહાય વિતરણ

રાજકોટ, તા. ૧૩ :. સુરેન્દ્રનગર જીલ્લામાં થાનગઢ તાલુકો વેકસીન તથા અન્ય તમામ મહેસુલી કામગીરીમાં ફર્સ્ટ નંબરે રહ્યો છે. તાજેતરમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને વેકસીન લેવા સંદર્ભે સ્કૂલ-કોલેજ અને ઘરે રહેલા બાળકો મળી કુલ ૩૫૦૦થી વધુ બાળકોને રસીકરણ કરાવી ૧૦૦ ટકા સફળતા હાંસલ કરી સુરેન્દ્રનગર કલેકટરને રીપોર્ટ કરી દેવાયો હતો. મામલતદાર રાણા લાવડીયાએ એક યાદીમાં ઉમેર્યુ હતુ કે, થાનગઢ તાલુકા શહેરમાં હોમ આઈસોલેશન રહેલ તમામ દર્દીના ઘરે-ઘરે કોન્ટેકટ કરી તેમને સહાય, તબીબી-ડોકટરી સહાય પણ પુરી પાડવામાં આવી હતી.

(11:32 am IST)