સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

શિહોરમાં સર્વોત્તમ ડેરી દ્વારા માસ્ક વિતરણ

ભાવનગર : સિહોર પોલીસ તથા ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, સર્વોત્તમ ડેરી દ્વારા સિહોર ખાતે ઉતરાયણ પર્વ નિમિતે જાહેર રસ્તાઓ પર શેરડી ચીકી તથા નાના રોજગાર કરતા લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે માસ્ક પહેરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ માસ્ક વિતરણ કાર્યક્રમમાં સિહોર પોલીસ ઇન્સ્પેકટર કે. ડી. ગોહીલ તેમનો સ્ટાફ, સર્વોત્તમ ડેરીના એમડી એચ. આર. જોષી તેમનો સ્ટાફ જોડાયો હતો.

(11:50 am IST)