સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

વાંકાનેરમાં શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરના મકરસંક્રાંતિના પાવન પર્વે શ્રૃંગાર

વાંકાનેરઃ વાંકાનેરમા જડેશ્વર રોડ ઉપર વર્ષો પુરાણી ઐતિહાસિક જગ્યા શ્રી ફ્લેશ્વર મહાદેવ મંદિર ખાતે તા, ૧૪ મીના ઉતરાયણ ના પાવન પર્વે સાંજે શ્રી ફ્લેશ્વર મહાદેવદાદા ને અનોખા પુષ્પોના શણગાર કરવામાં આવેલ હતા તેમજ શ્રી ફ્લેશ્વર મહાદેવ મંદિરમા બિરાજમાન શ્રી રામ લક્ષમણ જાનકી અને શ્રી ઠાકોરજીને સુંદર કલાત્મક વાંધા પહેરવવામા આવેલ હતા તેમજ સંત શિરોમણી શ્રી જલારામબાપાના નિજ મંદિરમા શણગાર દર્શન યોજાયેલ હતા ઉતરાયણ ના પર્વે ધર્મ નગર મહાદેવ નગર કિશાન સોસાયટી, નવપરા, રામ કૃષ્ણનગર, માર્કેટ ચોક, જીનપરાચોક, દીવાનપરાચોક , આરોગ્યનગર, તેમજ મોરબી લીલા લહેર, તથા બાપા સીતારામ ચોક આટલી જગ્યાએ ગૌસેવા ના ટેન્ડ નાખેલા હતા અને દરેક વિસ્તારમાંથી શ્રી ફ્લેશ્વર મહાદેવ મંદિરમા ચાલતી ગૌશાળા મા ખુબ જ સહકાર મળેલ હતો ઉપરોકત તસ્વીર શ્રી જલારામબાપા, શ્રી ફ્લેશ્વર મહાદેવદાદાની તસ્વીર, શ્રી રામ લક્ષમણ જાનકીને ખુબ જ સરસ વાઘા પહેરાવવામા આવેલ હતા તેમજ સાંજના રામ દરબારની તથા સંત શ્રી જલારામબાપાની તેમજ ફળેશ્વર દાદા ની મહાઆરતી કરવામાં આવી ત્યારબાદ સર્વ ભાવિકોએ પ્રસાદ લીધો હતો.

(11:51 am IST)