સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

ગોંડલના બહુચર્ચિત ડો. લક્ષિત સાવલીયાના પત્‍નિને ઘરમાંથી કાઢી મુકવાના મુદ્દે પ્રાંત અધિકારીનો હુકમ હાઇકોર્ટે સ્‍થગિત કર્યો

પુત્રવધૂને સાસરીયાના મકાનમાં રહેવાનો અધિકાર હાઇકોર્ટે સુરક્ષિત કર્યો

રાજકોટ તા. ૧૫ : સમગ્ર સૌરાષ્ટ્રમા કદાચને પ્રથમ કિસ્‍સો કહી શકાય તેવો પ્રીસાઈડીંગ ઓફીસર ઓફ ધી ટ્રીબ્‍યુનલ એન્‍ડ સબ ડિવીજનલ મેજીસ્‍ટ્રેટની કોટમાં મંજુલાબેન મનજીભાઈ સાવલીયાએ પોતાની પુત્રવધુ હિરલ સાવલીયાને તેણીના ગોંડલ મુકામેના ‘લક્ષ્ય' કૈલાસ બાગ - ૩ વાળા મકાન માથી હાકી કાઢવા કેસ દાખલ કરી હિરલને દબાણ લાવવા તેણીના માતા પીતા, બનેવી, માસા વિગેરે સહીતનાઓને સામાવાળા તરીકે જોડી કરેલ કેસ ગાંડલ પ્રાંત અધીકારી આલની કોર્ટમાં ચાલી જતા પુત્રવધુ હિરલને તાત્‍કાલીક ધોરણે મકાન ખાલી કરી દેવા અને ખાલી નહી કરે તો આગળની કાર્યવાહી હાથ ધરવા સબંધે મેટ્રીમોનીયલ ડીસપ્‍યુટ અન્‍વયે સૌરાષ્ટ્રનો પ્રથમ વખત આવો જાહેર થયેલ ચુકાદો ગુજરાત હાઈકોર્ટ સ્‍થગીત કરી પતી સહીતના સાસરાપક્ષની મીલકતમા રહેવા હિરલને સુરક્ષીત કરતો સીમાચીન્‍હ રૂપ ચુકાદો ફરમાવવામા આવેલ છે.
કેસની હકીકત જોઈએ તો ગાંડલ મુકામે ડેન્‍ટીસ્‍ટ તરીકે કલીનીક ચલાવતા ડો. લક્ષીત સાવલીયા સાથે કુકાવાવ તાલુકાના દેવગામની હિરલના લગ્ન થયેલ ત્‍યારથી ‘લક્ષ્ય' કૈલાસ બાગ - ૩ ગોંડલ મુકામે રહેતી હિરલને પતી ડો. લક્ષીત સાવલીયા, સાસુ મંજુલાબેન સાવલીયા, સસરા મનજીભાઈ સાવલીયા, રાજકોટ લક્ષ્મી નગર રોડ ઉપર ત્રીમૂર્તિ એપાર્ટમેન્‍ટમાં રહેતા નણંદ હિરલ જયેન્‍દ્ર અકબરી, નણંદોયા જયેન્‍દ્ર ગોરધન અકબરી તથા જેતપુર ડોબરીયા વાડીમા રહેતા નણંદ હેતલ આંબલીયા, નણદોયા જયેશ છગન આંબલીયા નાઓએ શારીરીક, માનસીક, આર્થીક જોરજુલમ ગુજારી નર્કની યાતના થી પણ બદતર હાલત કરી કરીયાવર તથા સ્ત્રીધનના દરદાગીના સહીતની વસ્‍તુ ઓળવી જઈ હોસ્‍પીટલ બનાવવા ૧૦ લાખના દહેજની માંગણી કરી માર મારી કરીયાવર ઓળવી જઈ ત્‍યાગ કરી ચાલ્‍યા જનાર સાસરા પક્ષે હિરલને મકાન માથી કાઢી મુકવા લેન્‍ડ ગ્રેબીંગની ફરીયાદ કરેલ તેના જવાબમા ગોંડલ પ્રાંત અધીકારી આલ કે જે હિરલના પતી ડો. લક્ષીતના મીત્ર હોય જેથી મેટ્રીમોનીયલમા લેન્‍ડગ્રેબીંગ લાગુ પડે નહી તેમજ સુપ્રીમકોટં પણ તે જ હકીકતો માનેલ છે વીગેરે બાબતે હિરલે લેખીત રજુઆત કરેલ હોવાછતા પ્રાંત અધીકારો આલ ધ્‍વારા તેમછતા લેન્‍ડ ગ્રેબીંગનો ગુનો બનતો હોવાનો જયારે અન્‍યોએ ગુનો ન બનતો હોવાનો રીપોર્ટ કરતા કલેક્‍ટર ધ્‍વારા મેટ્રીમોનીયલ તકરારમાં પુત્રવધુ સસરાપક્ષની મીલકતમા રહે તે લેન્‍ડગ્રેબીંગ કહેવાય નહી હોવાનુ માની અરજી ફાઈલે કરતા પ્રાંત અધીકારીનો અહમ ઘવાતા જે પ્રાંત અધીકારી વીરૂધ્‍ધ હિરલે સામાવાળાનો મીત્ર હોવાનો આક્ષેપ કરેલ હોવા છતા આક્ષેપ બાદ પણ પોતાની કોટમા મંજુલાબેન સાવલીયાની ‘મેઈન્‍ટેનસ એન્‍ડ વેલફેર ઓફ પેરેન્‍ટ એન્‍ડ સીટીજન એકટ - ૨૦૦૭ ની કલમ - ૨૩' હેઠળ કરવામા આવેલ અરજી પોતાની સમક્ષ જ ચલાવી પુત્રવધુ હિરલને સાસુ મંજુલાબેનનુ મકાન તુરંત ખાલી કરવા અને મકાનનો કબજો સોંપી આપવા અને તાત્‍કાલીક કબજો નહી સોપીએ ફોજદારી કાર્યરીતી અધીનીયમ હેઠળ કાયદેસર કાયવાહી કરવા ગોંડલ પ્રાંત અધીકારી આલ ધ્‍વારા ચુકાદો ફરમાવામા આવેલ.
 રેકર્ડ પરની હકીકતો રજુઆતો, દસ્‍તાવેજી પુરાવો લક્ષે લઈ ગુજરાત હાઈકોર્ટ ધ્‍વારા પુત્રવધુ હિરલ સાવલીયાને સાસરાપક્ષના મકાનમા રહેવાનો અધીકાર સુરક્ષીત કરી ગોંડલ પ્રાંત અધીકારી રાજેશ આલનો ચુકાદો સ્‍થગીત કરી સામાવાળાને નોટીસ ઈશ્‍યુ કરો કલેક્‍ટર સમક્ષના પ્રોસીડીંગ સત્‍વરે ચલાવવા સીમાચીન્‍હરૂપ ચુકાદો ફરમાવવામા આવેલ છે.
ઉપરોક્‍ત કામમા હિરલ સાવલીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ એસોસીયેટસના ચેતન ચોવટીયા, નીશાંત જોષી, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રૌપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા તથા ગોંડલના જી.સી.ધાબલીયા, સાવન પરમાર તથા હાઈકોટના પ્રતિક જસાણી રોકાયેલ હતા.

 

(12:02 pm IST)