સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

પૂ.લાલબાપુના ખબરઅંતર પૂછતા મંત્રી જગદીશભાઈ પંચાલ- ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા- અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવો

રાજકોટઃ પૂ.સંતશ્રી લાલબાપુની નાદુરસ્‍ત તબિયતના સમાચાર મળતા અનેક નેતાઓ, મહાનુભાવોએ રૂબરૂ જઈ પૂ.બાપુના ખબરઅંતર પુછયા હતા અને  આશીર્વાદ પણ લીધા હતા. ગુજરાત રાજયના શ્રી જગદીશભાઈ પંચાલ અને ડો.આંબેડકર યુનિ. બોર્ડના શ્રી જયેશભાઈ વ્‍યાસ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, કોંગીના દિગ્‍ગજ નેતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી ઈન્‍દ્રવિજયસિંહ ગોહિલ, રીબડાના શ્રી અનિરૂધ્‍ધસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ઈન્‍દ્રવિજયસિંહ ચુડાસમા, શ્રી રાજપુત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ શ્રી જે.પી.જાડેજા સહિતનાએ પૂ.લાલબાપુના શુભાશીષ લીધા હતા.

 

(2:05 pm IST)