સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

જુનાગઢમાં પોલીસની મધ્‍યસ્‍થીથી સિકયુરીટી કંપનીએ ૬ મહિનાથી બાકી નીકળતો પગાર આપી દીધો

જૂનાગઢઃ શહેરના દોલતપરા, કસ્‍તુરબા સોસાયટી ખાતે રહેતા સિનિયર સીટીઝન ભાવેશભાઈ અમૃતલાલ જોશી ઉવ. ૬૨ કે, જે જૂનાગઢ ખાતે જુદી જુદી સિક્‍યુરિટી કંપનીમાં નોકરી કરે છે અને તેઓ પોતાની મુક બધીર પત્‍ની સાથે એકલવાયું જીવન ગુજારે છે. જુદી જુદી બે સિક્‍યુરિટી કંપનીમાં નોકરી કરતા હતા ત્‍યારે પોતાનો બને સિક્‍યુરિટી મા કુલ રૂ. ૫,૦૦૦/- જેટલો પગાર બાકી હોઈ, બંને સિક્‍યુરિટીના સંચાલકોને ફોન કરતા, ધક્કા ખાવા છતાં આશરે છ માસથી પોતાનો બાકી નીકળતો પગાર આપતા નહીં હોય, પોતાનું અને પોતાના પત્‍નીનું જીવન નિર્વાહ ચલાવવા તકલીફ પડતી હોય, બંને દંપતી જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, સિક્‍યુરિટી સંચાલકને બોલાવી, પોતાના બાકી નીકળતા પગારના નાણાં અંગે યોગ્‍ય કરવા વિનંતી કરવામાં આવેલ હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર તથા સ્‍ટાફના હે.કો. શૈલેષભાઈ, વિક્રમસિંહ, પો.કો. વનરાજસિંહ, મોહસીનભાઈ,  સહિતની ટીમ દ્વારા સિનિયર સીટીઝનની રજુઆત આધારે તાત્‍કાલિક બંને સિક્‍યુરિટી સંચાલકને બોલાવી, સિનિયર સીટીઝનની ઉંમર અને બને દંપતીની પરિસ્‍થિતિ સામું જોવા અને બાકી નીકળતા પગારના નાણાં પરત આપવા સમજાવતા, બંને સિક્‍યુરિટીના સંચાલકોએ સિનિયર સિટીઝનનો બાકી નીકળતો પગાર રૂ. ૫,૦૦૦/- ઉભા ઉભા આપી દીધો હતો. સિનિયર સીટીઝન દંપતી દ્વારા પોતાના કપરા સંજોગોમાં સહયોગ આપવા તેમજ પોતાનું આર્થિક સંકટ દૂર કરવા બાબત જૂનાગઢ પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
જુનાગઢ રેન્‍જનાં આઇજીપી મનીન્‍દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેર્ટ્ટીંની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

 

(2:07 pm IST)