સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

પોરબંદરમાં કડીયા કામ કરતા જયેશ હિંગરાજીયાને સાઉથ કોરિયામાં ડબલ પીએચ.ડી. ડીગ્રી એનાયત કરાશે

ડબલ પીએચ.ડી. ડીગ્રી સાથે બેસ્‍ટ વર્લ્‍ડ રેકર્ડ હોલ્‍ડર એવોર્ડ અપાશેઃ અત્‍યાર સુધીમાં ૧૩૪ વખત ગાંધી પ્રતિમા બનીને અનેક રેકર્ડ બનાવ્‍યા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧પ :.. કડીયા કામ કરીને ગુજરાન ચલાવનાર ભોંય સમાજના જયેશ હિંગળાજીયા નામના યુવાને અત્‍યાર સુધીમાં ૧૩૪ વખત ગાંધી પ્રતિમા બનીને અનેક રેકર્ડ બનાવ્‍યા બાદ તેમણે વધુ એક અનેરી સિધ્‍ધિ મેળવી છે અને તેઓએ આગામી સપ્‍ટેમ્‍બર માસમાં તેની કલા માટે સાઉથ કોરિયા ખાતે ડબલ પીએચ.ડી.ની ડીગ્રી એનાયત કરાશે તથા સાથે બેસ્‍ટ ઓફ બેસ્‍ટ વર્લ્‍ડ રેકોર્ડ હોલ્‍ડર એવોર્ડ એનાયત થનાર છે.
અત્‍યાર સુધીમાં ૧૩૪ વખત ગાંધી પ્રતિમા બની અનેક રેકોર્ડ તોડનાર જયેશ હિંગળાજીયા નામનો શ્રમિક યુવાન ૧૩૪ વખત ગાંધી પ્રતિમા બની રેકોર્ડ અનેક રેકોર્ડ તોડી ગાંધી ભૂમિનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યુ છે. મહાત્‍મા ગાંધીજીને કેન્‍દ્રમાં રાખી તેમણે વિવિધ કૃતિઓ બનાવી રેકોર્ડ તોડયા છે. જેમાં ગાંધીજીના આલ્‍બમ, ૧૪૦ ગ્રામની ગાંધીજીની ફોટો ગેલેરી જેમાં રર૬૯૩ ફોટા, મગના દાણા જેવડું ર૭ ફોટાનું ગાંધીજીનું આલ્‍બમ ઉપરાંત ૧૧૮૩ શિવલિંગ સહિત  કુલ ર૩૮ વર્લ્‍ડ રેકોર્ડ મેળવ્‍યા છે.
જયેશ હિંગરાજીયાએ જણાવ્‍યું હતું કે વર્લ્‍ડ રેકોર્ડ યુનિવર્સિટી યુકે દ્વારા તેને આગામી સપ્‍ટેમ્‍બર માસમાં સાઉથ કોરિયા ખાતે બેસ્‍ટ ઓફ બેસ્‍ટ પીએચડીની ડીગ્રી આપવામાં આવશે. ત્‍યારબાદ બેસ્‍ટ એશિયા રેકોર્ડ હોલ્‍ડર એવોર્ડ આપવામાં આવશે. ભારતમાં હજુ સુધી આ એવોર્ડ કોઇને મળ્‍યો નથી. પ વર્ષ સુધી રેકોર્ડ હોલ્‍ડર હોય તેનો સર્વે કર્યા બાદ પ વર્ષે એક વખત આ એવોર્ડ એનાયત થાય છે. તેનું સિલેકશન તાજેતરમાં પ જાન્‍યુઆરીએ હતું. ગ્રીનિસ વર્લ્‍ડ રેકોર્ડ, લિમ્‍કા બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ, લિમ્‍બા બુક ઓફ નેશનલ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્‍ડીયા બેંક ઓફ રેકોર્ડમાં જેનું સ્‍થાન હોય, સર્ટી હોય તેને જ પીએચડી ડીગ્રી અને એશિયાઇ એવોર્ડ આપવામાં આવે છે. જેથી તેને બેસ્‍ટ ઓફ બેસ્‍ટ પીએચડી ડીગ્રી તેમજ બેસ્‍ટ એશિયા રેકોર્ડર હોલ્‍ડર એવોર્ડ મળશે. અગાઉ તેને ર૦૧ર માં વિયેતનામ ખાતે પીએચડી ની ડીગ્રી એનાયત કરાઇ હતી.

 

(2:11 pm IST)