જસદણમાં ‘‘ચા''ની ચુસ્કી મોંઘીઃ આખી ‘‘ચા''ના ૨૦ લેવાશે
(હુસામુદ્દીન કપાસી દ્વારા), જસદણ, તા.૧૫: જસદણમાં મકરસંક્રાંતિના તહેવારથી ચાની ચુસ્કી મોંઘી થઈ છે. જસદણ પંથકમાં ચા ની ચુસ્કી વિના મોટા ભાગના લોકોની સવાર પડતી નથી ખાસ કરીને ચા ના શોખીનોને કૂકડો બોલે ત્યારે નહિ પણ ચા પીધાં પછી જ સવાર પડે છે.
ત્યારે મોંઘવારીના કારણે જસદણમાં ગઈકાલેથી ચા ના ભાવમાં રૂપિયા બે થી પાંચનો વધારો થતાં ચા ના બંધાણીઓને હવે ચા ની ચુસ્કી લેવાં માટે વધુ કિંમત ચૂકવવી પડશે.
આ અંગે આંબલી હોટલવાળા સામતભાઈ મુંધવાએ જણાવ્યું હતું કે હાલ ચા ભુકી ખાંડ દૂધ જેવી ચીજ વસ્તુઓમાં અસહય ભાવ વધારો થતાં જસદણ ચા એસોસિએશનએ ગઈકાલના આખીના રૂપિયા વીસ અડધીના રૂપિયા દસ અને સ્પેશ્યલ આખી ચા ના રૂપિયા ત્રીસ લેવામાં આવશે. ચા માં વપરાતી દરેક ચીજો અને મજૂરી દર વધતાં એસોસિએશનએ ના છૂટકે ભાવવધારો કરવો પડયો છે.