સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

મોરબી હાઇવે પર ટંકારા નજીક ચાલુ ટ્રકમાં આગ લાગી : ચાલકે સમયસૂચકતા વાપરીને ટ્રકને થંભાવી કુદકો માર્યો

હાઈવે પર ભડભડ સળગી રહેલા ટ્રકની આગને ઠારવા મોરબી ખાતે ફાયર બ્રિગેડ મદદે દોડ્યું

રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક પસાર થતા ચાલુ ટ્રકમા ઓચિંતા આગ ભભૂકી ઉઠતા ધોરીમાર્ગ ઉપર સળગતી હાલતે દોડતા ટ્રકે નજરે જોનારા માટે હિન્દી ફિલ્મના દ્શ્યો સર્જાયા હતા. ટ્રકમા ઓચિંતી આગ લાગતા ચાલકે સુઝબુઝથી મામલો પામી ટ્રકને હાઈવે પર જ થંભાવી દુર દોડી જતા જાનહાની ટળી હતી. બનાવ અંગે તાબડતોબ દોડી આવેલા મોરબી ફાયર બ્રિગેડ ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમા લીધી હતી. બનાવ અંગે પ્રાથમિક તબક્કે વાયરીંગ સ્પાર્ક થતા આગ લાગ્યાનુ જાણવા મળેલ છે

   શનીવારે રાજકોટ મોરબી હાઈવે ઉપર ટંકારાથી બે’ક કીમી દુર રામદેવપીર મંદિર પાસેથી ટ્રક નં.જીજે ૩ એએકસ ૫૩૧૯ પસાર થતો હતો એ દરમિયાન ઓચિંતા ટ્રક ભડભડ સળગી ઉઠી ધોરીમાર્ગ પર સળગતી હાલતે દોડતા ઘડીભર હિન્દી ફિલ્મ જેવા દ્શ્યો નજરે જોનારા એ નિહાળ્યા હતા. જોકે, ચાલુ ટ્રકે આગ લાગતા ચાલકે મામલો પામી સમય સુચકતા વાપરી ટ્રક ને હાઈવે પર જ થંભાવી કુદકો મારી દુર ભાગી જતા સદનસીબે જાનહાની ટળી હતી. હાઈવે પર ભડભડ હાલતે સળગી રહેલા ટ્રકની આગને ઠારવા તાબડતોબ મોરબી ખાતે ફાયર બ્રિગેડની મદદ માંગતા દોડી આવેલા ફાયર બ્રિગેડ સ્ટાફે સતત પાણીનો મારો ચલાવી આગ કાબુમા લઈ લીધી હતી. પરંતુ ત્યા સુધીમા આગની લપેટમા ટ્રક સળગીને હાડપિંજર બની ગયો હતો. ઓચિંતા હાઈવે પર દોડતા બર્નિંગ ટ્રક ના અકસ્માત અંગે પ્રાથમિક તબક્કે જાણવા મળ્યા પ્રમાણે વાયરિંગ સ્પાર્ક થતા શોર્ટ સર્કિટથી આગ લાગ્યા નુ જાણવા મળેલ છે.

(8:36 pm IST)