સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

જામનગરમાં સતત બીજા દિવસે ઉત્તરાયણના દિવસે 10.4 નોંધાયું : ઝડપી પવન પણ ફુંકાશે

આગલા દિવસે જ લઘુતમ તાપમાન 10.4 રહ્યું હતું, જો કે 10.2 તાપમાન પહેલીવાર નોંધાયું

જામનગરમાં સતત બીજા દિવસે રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું છે. ઉત્તરાયણના દિવસે 10.4 નોંધાયું હતું. હવે આજે લઘુતમ તાપમાન 10.2 નોંધાતા હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે. જો કે આજના દિવસે જ શિયાળાની સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાશે, એટલે કે આજે લઘુતમ તાપમાન 10.2 રહેશે, આગલા દિવસે જ લઘુતમ તાપમાન 10.4 રહ્યું હતું, જો કે 10.2 તાપમાન પહેલીવાર નોંધાયું છે. એટલે કે આજે ગાત્રો ગાળી નાંખે એવી ઠંડી પડશે.

ઠંડીની સાથે સાથે આજે 7 કિમી પ્રતી કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. રાજ્યમાં કોલ્ડવેવની આગાહીની સાથે સાથે જામનગરમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે.

આજે તો ઠંડીની સાથે સાથે 7.3 કિમી પ્રતી કલાકની ઝડપે ધ્રુજાવે તેવો પવન પણ ફૂંકાશે તેમ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે જણાવ્યું છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે તેની અસર સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ જોવા મળી રહી છે. જામનગરમાં છેલ્લા એક જ સપ્તાહમાં હવામાનમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા, ખાસ કરીને માવઠા બાદથી એકદમ જ હાડથીજવતી ઠંડી પાડવા લાગી છે. માત્ર એક જ સાપ્તાહમાં લઘુતમ તાપમાનનો પારો 7 ડિગ્રી જેટલો ગગડી ગયો છે. જેના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તરફથી જાણવવામાં આવ્યું છે કે આજે જામનગરમાં લઘુતમ તાપમાન 10.2 ડિગ્રી રહેશે, મહત્તમ 24 ડિગ્રી હશે, તો હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા રહેવાનો અંદાજ છે. આજે પવનની ગતિ 7.3 કિમી પ્રતી કલાકની ઝડપે રહેશે. ઉલ્લેખનીય છે કે જેમ જેમ લઘુતમ તાપમાન નીચું તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધુ.

ભરશિયાળે વરસાદી માહોલ સર્જયા બાદ ફરી અચાનક ઠંડીએ જોર પકડ્યુ છે. માત્ર એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 16થી 11 સુધી પહોંચી ગયો છે. એક જ દિવસમાં આટલા ડિગ્રી તાપમાન નોંધાતા હાડથીજવતી ઠંડી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ભર શિયાળે અષાઢી વાતાવરણ સર્જાયું હતું. જામનગરમાં સતત બે દિવસ સુધી કમોશમી વરસાદ પડ્યો હતો. બે દિવસ વરસાદી માહોલને કારણે જનજીવન પ્રભાવીત થયું છે. લોકો મૂંઝવણમાં મુકાયા છે કે સ્વેટર પહેરવું કે રેઇનકોટ પહેરવો. તો ખેડૂતોની તો દશા બેઠી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે અચાનક કમોસમી વરસાદને કારણે સૌથી વધુ અસર રવિ પાકને થવાનો અંદાજ છે. ખેતરમાં હાલ ચણા, જીરુ કપાસ સહિતના પાક છે, આ વરસાદને કારણે આ પાકને વધુ નુકશાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ઉલ્લેખનીય છે કે શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં લણણી થાય છે, તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે.

જેમાં ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઈનો સમાવેશ થાય છે. ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ભારતમાં જેમ કે પંજાબ અને કાશ્મીર તથા પાકિસ્તાનના સિંધ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. મકાઈ, રજકો, જીરું, ધાણા, મેથી, ડુંગળી, ટામેટા, વરિયાળી, બટાટા, ઇસબગુલ, ઓટ પણ રવિ પાકો છે.

(10:00 pm IST)