સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th February 2021

લીમખેડાના જેતપુરમાં પંચાયત સીટ પર ભાજપ અને કોંગ્રેસમાં સાસુ અને વહુને ટિકિટ

સાસુ વહુ સામ સામે આવતા પંચાયત સીટ પર રાજકારણ ગરમાયો

લીમખેડાના જેતપુરમાં પંચાયત સીટ પર ભાજપ અને કોંગ્રેસમાં સાસુ અને વહુને ટિકિટ મળતા ખરાખરીનો જંગ જોવા મળશે. સાસુ વહુ સામ સામે આવતા પંચાયત સીટ પર રાજકારણ ગરમાયો છે

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા બે દિવસ અગાઉ ઉમેદવારોના નામ જાહેર કરતાંની સાથે જ તાલુકા પંચાયતમાં જેતપુર (દુ) બેઠક પર વહુ મિનલબેન દિવ્યાંગ ભાઈ રાવતનું નામ જાહેર થયું હતું. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સાસુ ભગવતીબેન રાયસીંગભાઈ રાવતને કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા હવે જેતપુર બેઠક પરથી સાસુ અને વહુની વચ્ચે જંગ જામશે.

મોટી બાંડીબાર બેઠક પરથી જિલ્લાના ઉમેદવાર તરીકે રાયસીંગભાઇ હીરાભાઈ રાવતનું નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આજે શનિવારના રોજ એકાએક તેમનું મેન્ડેટ ન આવતાં કોંગ્રેસ પક્ષે રાયસીંગ રાવતને ખુશ રાખવા માટે તેમની પત્ની ભગવતીબેનને જેતપુર તાલુકા પંચાયત સીટ માંટે મેન્ટેડ આપ્યો હતો. જ્યારે ભાજપે તેમના પુત્રવધૂને જેતપુર સીટ માટે ઉમેદવારી જાહેર કરતાં ઉમેદવારી ફેર્મ પણ ભરી ચુક્યા હતા. આવનાર સમયમાં બન્ને ઉમેદવારોમાંથી કોઇ ઉમેદવારી ખેંચશે કે પછી સામસામે ચૂંટણી લડશે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલમાં તો સાસુ-વહુનો આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે

(8:42 pm IST)