સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

પોરબંદરના સોની મહાજન મંડળના પ્રમુખ જયંતીભાઇ અને તેના ભાઇ તથા પુત્રને કોરોના પોઝીટીવ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧પ :.. સોની મહાજન મંડળના પ્રમુખ જયંતીભાઇ નાંઢા તથા તેના ભાઇ તથા પુત્રનો ત્રણેયનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા ત્રણેયને સારવાર માટે ખસેડાયેલ છે.

સોની મહાજન મંડળના પ્રમુખ જયંતીભાઇ નાંઢા તથા તેના ભાઇ અને એક પુત્ર ત્રણેયને કોરોના સંક્રમણ લાગી જતાં ત્રણેયની તાત્કાલીક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ વધતુ જતુ હોય ફફડાટ વ્યાપી ગયેલ છે.

(12:51 pm IST)