સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

નર્સિંગ કોલેજ - અમરેલી ખાતે ઓકિસજન વ્યવસ્થા સાથે તૈયાર થઇ રહેલ કોવિડ હોસ્પિટલની મુલાકાત લેતા સાંસદ

અમરેલી તા. ૧૫ : વર્તમાનમાં સમગ્ર વિશ્વ, દેશ અને રાજયમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહયો છે ત્યારે સાંસદ નારણભાઈ કાછડીયાએ અમરેલી શહેર ખાતે આવેલ નર્સીંગ કોલેજમાં ઓકિસજનની વ્યવસ્થા સાથે તૈયાર થઈ રહેલ ૮૦ બેડની કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધેલ હતી અને જીલ્લા કલેકટર આયુષકુમાર ઓક સાથે ટેલિફોનીક વાત કરી વર્તમાનમાં અમરેલી જીલ્લામાં કાર્યરત કોવિડ હોસ્પિટલ, તેમાં ઉપલબ્ધ બેડ, ઓકિસજન અને વેન્ટીલેટર વ્યવસ્થાઓ વગેરે અંગે તાગ મેળવ્યો હતો.

સંાસદની મુલાકાત સમયે  નર્સીંગ કોલેજ ખાતે જીલ્લા વિકાસ અધિકારી  તેજસભાઈ પરમાર, શાંતાબા જનરલ મેડીકલ હોસ્પિટલના કેમ્પસ ડીરેકટર  પિન્ટુભાઈ ધાનાણી, મુકેશભાઈ ધાનાણી,  ડેની રામાણી, ડો. ભાવેશભાઈ મહેતા અને માર્ગ–મકાન વિભાગ સ્ટેેટના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી સુમા પણ ઉપસ્થિત હતા.

સાંસદશ્રીએ નર્સીંગ કોલેજ ખાતે ત્રીજા માળે ચાલી રહેલ કામગીરીનંુ નિરીક્ષણ કરેલ હતુ અને કોરોનાના દર્દીઓનું વ્હીલ ચેર અથવા સ્ટ્રેચર દ્વારા ત્રીજા માળે સરળતાથી વહન થઈ શકે તે માટે લીફટ પ*૪ ફુટની મુકવાના બદલે પ*૭ ફુટની મુકવા નિર્ણય કરાવેલ હતો.

સાંસદશ્રીએ જીલ્લામાં ઓકિસજન સાથે બેડની ઉપલબ્ધતા અંગે જણાવેલ છે કે, હાલમાં અમરેલી જીલ્લામાં શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ–અમરેલી ખાતે ર૧૮ પૈકી ર૧૮, નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ–અમરેલી (રાધિકા) ખાતે ૧૦૦ પૈકી ૧૦૦, એમ્સ હોસ્પિટલ–અમરેલી ખાતે  રપ પૈકસ ર૦, આસ્થા હોસ્પિટલ ખાતે ૩૮ પૈકી ર૮, સીવીલ હોસ્પિટલ–સાવરકુંડલા ખાતે ૬૦ પૈકી પપ, સીવીલ હોસ્પિટલ–રાજુલા ખાતે પ૦ પૈકી ૧૦ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર–ચિતલ ખાતે ૩૦ પૈકી ૩૦ એમ કુલ જીલ્લામાં પર૧ પૈકી ૪૬૧ ઓકિસજન સાથેના બેડની સુવિધા ઉપલબ્ધ છે.

ઉપરાંત હોમીયોપેથી કોલેજ–અમરેલી ખાતે ૬૬ અને શાંતાબા ગર્લ્સ હોસ્ટેલ–અમરેલી ખાતે ૧ર૦ એમ કુલ ૧૮૬ આઈસોલેશન બેડની સુવિધા ઉપલબ્ધ છે અને આગામી ટૂંક સમયમાં નર્સીંગ કોલેજ–અમરેલી ખાતે ૮૦ અને સરકારી આયુર્વેદીક હોસ્પિટલ–અમરેલી ખાતે ર૦ એમ કુલ ૧૦૦ ઓકિસજન સાથેના બેડની સુવિધા ઉભી કરવાની કામગીરી પ્રગતિમાં છે.

અંતે સાંસદશ્રીએ જણાવેલ છે કે, કોરોનાના દર્દીઓ કે તેમના સ્નેહીજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો સાંસદ કાર્યાલય (ફોન નં. ૦ર૭૯ર–રર૭૮૭૮) અથવા મો. નં. ૯૪ર૯૪૦પ૦૬૦ ઉપર સંપર્ક કરવો.

(12:56 pm IST)