સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

કોરોના મહામારીમા ઉપલેટાના ઢાંકની મદદે ભાજપના આગેવાનો

(પંકજગીરી ગોસ્વામી દ્વારા) ઉપલેટા તા.૧૫ : ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં હાલ કોરોનાની મહામારી જેવી ગંભીર પરિસ્થિતી વચ્ચે ૭૫૦૦ની વસ્તી ધરાવતા ઢાંકને મનસુખભાઇ ખાચરીયા (રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ), મનીષભાઇ ચાંગેલા (રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી), (માજી સાંસદ સભ્ય) હરીભાઇ પટેલ, માજી ધારાસભ્ય પ્રવિણભાઇ મકડીયા તથા પૃથ્વીરાજસિંહ ચુડાસમા (ઉપલેટા તાલુકા ભાજપ મહામંત્રી) વગેરે રાજકીય આગેવાનો ખરા સમય મદદરૂપ થયા છે.

ઢાંકમાંથી લોકોની સેવા માટે ડો.જયેન્દ્રસિંહ વાળા, સંજયભાઇ લુણસિયા તેમજ ભરત લુણશિયાએ ઢાંકના ગરીબ લોકોની મદદ માટે ખડેપગે રહ્યા છે તેમજ વિકટ પરિસ્થિતિમાં ઢાંકને મદદ કરવા બદલ રાજકીય આગેવાનોને આભાર વ્યકત કર્યો છે.

(10:25 am IST)