સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

બગસરા પાલિકા દ્વારા કચરો વિણતા પરિવારોને સેફટી કીટનું વિતરણ

બગસરા : બગસરા પાલિકા ચીફ ઓફીસર દ્વારા ૧૧ પરિવારોને કચરો વિણવા માટેના રેગપિકસ અંગેના કાર્ડ બનાવી તેનું વિતરણ કરવામાં આવ્યુ. સાથે ૧૧ પરિવારોને સલામતી માટે સેફટી કીટ પણ અપાઇ હતી. જેમાં સેનેટાઇઝર, હેન્ડવોષ, હાથના મોજા, પગના બુટ, માસ્ક વગેરે વસ્તુની કિટનું વિતરણ ચીફ ઓફીસર નસીતભાઇ તેમજ મનોજભાઇ તેમજ વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના સંયોજક રમેશભાઇ મકવાણા દ્વારા કરાયુ હતુ.(તસ્વીર-અહેવાલ : સમીર વિરાણી, બગસરા)

(10:27 am IST)