સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

માળીયાહાટીનામાં કોરોના રેપીડ ટેસ્ટ

માળીયાહાટીના :  ઉમિયા પરિવાર સમિતિ સિદસર અને પટેલ સમાજ માળીયા હાટીના દ્વારા કોરોનાના રેપિડ ટેસ્ટ કરવામાં આવેલ. માળીયામાં અને તાલુકાના ભબ્દુરિ ખોરાસા ગાડું અમરાપુર વાડિયા બોળી માતર વાણિયા જુથળ કાત્રશા સહિત ૩૫. થી પણ વધારે ગામોમાં રૂબરૂ જયને૨૦૦૦ લોકો ના રેપિડ ટેસ્ટ કરાયા છે મગનભાઈ  લાડાણી ,દેવજીભાઈ બેરા,  ઠાકરસીભાઈ જવિયા, રાજુભાઈ ભાલોડિયા, મહેન્દ્રભાઈ તડાવિયા સહિતના આગેવાનો એ ભારે જહેમત કરી છે  ત્રણ દિવસ થી ગામડે ગામડે આ કોમ્પો યોજાય છે અને માળીયા હાટીના માં પટેલ સમાજ ખાતે આ કોમ્પ કાયમ ચાલુ રહેશે એમ દિવજી ભાઈ બેરા એ જણાવેલ છે. રેપીડ ટેસ્ટ કીટ અર્પણ કરાય તે તસ્વીર.

(10:27 am IST)