સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

વિરપુર (જલારામ)માં યુવાનો દ્વારા કોવિડ કેર સેન્ટરમાં સેવાયજ્ઞ

 વિરપુર (જલારામ) : રાજકોટ જિલ્લાના સુપ્રસિધ્ધ વીરપુર યુવાનો પુ.જલારામ બાપાના સેવાના સુત્ર સાથે કોરોનાના દર્દીઓની સેવા આપે છે. વિરપુર સરકારી હોસ્પિટલમાં યુવા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના સહયોગથી શરૂ થયેલ કોવીડ કેર સેન્ટરમાં તમામ જાતની સેવા પુરી પાડી રહ્યા છે. રાજકોટ દુધ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા તથા રાજુભાઇ બારૈયાના માર્ગદર્શન હેઠળ કોવીડ કેર સેન્ટરમાં યુવકો કોરોનાના દર્દીઓ માટે બે ટાઇમ જમવાનુ, સવારે ચા નાસ્તો, તેમજ દિવસ દરમિયાન નાળીયેર પાણી અને ફ્રુટની સેવા આપી રહ્યા છે. કોરોના દર્દીને ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ તથા હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ન થાય ત્યા સુધી દર્દીની સાથે રહે છે અને દર્દીને અમદાવાદ સુધી લઇ જઇને સેવા આપે છે. આ વિરપુરના યુવાનો ભાવેશભાઇ ભાલાળા, રાકેશભાઇ પણસારા, રાજુ સાવલીયા, કુલદીપ ધામેલીયા, મિલન ડોબરીયા, પાર્થ ભાલાળા, સંજય વઘાસિયા, યાજ્ઞિક ડોબરીયા સહિતના ૨૫ જેટલા સેવાભાવી યુવાનો સેવાના સુત્રને સાર્થક કરી રહ્યા છે. (તસ્વીર-અહેવાલ : કિશન મોરબીયા,વિરપુર-જલારામ)

(10:28 am IST)