સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

મોરબીના સરદાર બાગ પાણીના સમ્પ બેસવાની ના પાડવા મામલે પૂર્વ પ્રમુખ પર છરી વડે હુમલો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૫ : નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગત તા.૧૩ ના રાત્રીના છ ઈસમોએ અચાનક હુમલો કરી દીધો હતો અને છરી વડે હાથમાંઈજાપહોંચાડતા, ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ સદસ્ય તરીકે કાર્યરત કેતનભાઈ અમૃતલાલ વિલપરા ગતતા.૧૩ ના રાત્રે પોતાના મિત્ર સાથે મોરબીના શનાળા રોડ ઉપર કન્યા છાત્રાલય નજીક જીઆઇડીસીના નાકે ઉભા હોય ત્યારે બે બાઈકમાં આવેલ છ ઇસમોએ કેતન વિલપરા પર છરીથી હુમલો કરી દીધો હતો અને કેતનભાઈને હાથની આંગળીમાં ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર લીધી હતી.

આ બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસમાં કેતન વિલપરાએ ફરિયાદ નોંધાવી છે કે તેને ગયા વર્ષે લોકડાઉન સમયે આરોપી જીગર ઉર્ફે જીગો જીલુભાઈ ગોગરા રહે-બોરીચાવાસ અને આરોપી જાવેદ અખ્તરભાઈ બલોચ રહે-મકરાણીવાસતથા તપાસમાં ખુલે તેને સરદાર બાગ પાસેના પાણીના સમ્પ પાસે બેસવાની નાં પાડેલ હોય જેનો ખાર રાખી આરોપી જીગર ઉર્ફે જીગો ગોગરાએ છરી વડે ફરિયાદી કેતન વિલપરાના જમણા હાથની ટચલી આંગળીમાં ઈજા કરી તેમજ આરોપી જાવેદ અખ્તરભાઈ બલોચએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે તો મોરબી એ દીવીઝા પોલીસે માથાભારે જીગર ગોગરા સહિતના શખ્સોએ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)