સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

જામનગરની જી.જી.હોસ્પિટલમાં આગ : મોટી દુર્ઘટના ટળી

જામનગર : જામનગરમાં સરકારી જી.જી.હોસ્પીટલના કોવીડ હોસ્પિટલમા આગનો બનાવ બન્યો હતો. ચોથા માળે વેન્ટિલેટરમા શોર્ટસર્કિટ થતા આગ લાગી હતી.ફાયરની ટીમ તૈનાત હોવાથી ત્વરિત વાયર કનેકશન દુર કરીને આગ પર કાબુ મેળવ્યો છે આ આગજનીની ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. ફાયરની સતર્કતા થી મોટી દર્ઘટના બનતા અટકી છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર :  કિંજલ કારસરીયા, જામનગર)

(11:57 am IST)