સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

સુરતથી ગૂમ થયેલ કિશોર ભેંસાણથી મળી આવ્યો

જુનાગઢ,તા.૧૫ :  જૂનાગઢ   ભેંસાણ ખાતે શ્રીનાથ પેટ્રોલ પમ્પ   પીએસઆઇ એ.ડી.વાળા, હે.કો. કમલસિંહ, પો.કો. કલ્પેશભાઈ, કનકસિંહ, કરશનભાઇ, સહિતની એક ટીમને  પેટ્રોલિંગ દરમિયાન એક ૧૭ વર્ષની ઉંમરના છોકરો થેલા સાથે શંકાસ્પદ હાલતમાં ગભરાઈ ગયેલ હાલતમાં જોવા મળેલ હતા.

  ડીવાયએસપી -દીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.ડી.વાળા, હે.કો. કમલસિંહ, પો.કો. કલ્પેશભાઈ, કનકસિંહ, કરશનભાઇ, સહિતની પોલીસની ટીમ દ્વારા મળી આવેલ છોકરાને તેનું નામ પૂછતાં, -થમ તો કાંઈ જાણતો નહીં હોવાનું જણાવેલ. બાદમાં પોલીસ ટીમ દ્વારા વિશ્વાસમાં લઈ, પૂછપરછ કરવામાં આવતા, પોતે પારસ સુરેશભાઈ બુધેલીયા હોવાનું અને પોતે ૩૦૪, શ્લોક રેસિડેન્સી, અમરોલી, સુરતશહેર ખાતે પોતાના માતા પિતા સાથે રહેતો હોવાનું જણાવેલ. જેને જોતા, છેલ્લા ત્રણ ચાર દિવસથી ભૂખ્યો તરસ્યો હોઈ, પહેલાતો ભેસાણ પોલીસ દ્વારા તેને જમાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ત્યારબાદ તેના પિતાનો મોબાઈલ નંબર મેળવી, વાત કરતા, આ પારસ પોતાનો પુત્ર હોય અને તા.૧૨/૦૫/૨૦૨૧ના રોજ સવારના ૮:૦૦ વાગ્યે હીરાના કારખાનામાં કામે જતો હોય ત્યાં પહોંચેલ નહીં અને ગુમ થતા, અમરોલી પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવ્યા અંગેની જાણ કરેલ હતી. ખરેખર આ બાળક ઘરેથી પોતાના માતા પિતાને કહ્યા વગર નીકળી ગયેલ હતો અને ભેસાણ પહોંચી ગયેલ હતો. ભેસાણ પોલીસ દ્વારા આ બાબતની જાણ તેના પિતા તથા અમરોલી પોલીસને કરતા, તેના પિતાએ અમરેલી જિલ્લાના દામનગર ખાતેથી મળી આવેલ છોકરા પારસ ના કાકા સતિષભાઈ મનુભાઈ બુધેલીયા તથા જગદીશભાઈ કાનજીભાઈ બુધેલીયાને મોકલતા, તેઓ સહિતના પણ પોલીસ સ્ટેશન ખાતે આવી ગયેલ હતા. તેના પરિવારજનો દામનાગર થી નીકળી તાબડતોબ જૂનાગઢ આવેલ અને  જૂનાગઢ પોલીસને મળી આવેલ છોકરાનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું. ગુમ થયેલ છોકરો મળતા, પરિવારજનો છોકરાને ભેટીને ભાવ વિભોર થયા હતા.

(12:00 pm IST)