સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

વાવાઝોડાની ચેતવણીના પગલે જામનગરમાં એન.ડી.આર.એફ.ની ર ટુકડીનું આગમન : બંદર ઉપર બોટોના ખડકલા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧પ : જામનગરમાં તૌકતે નામના વાવાઝોડા ત્રાટકવાની દહેશતને પગલે બેદીબંદર અને રોઝી પોર્ટ સહિત સમગ્ર ગુજરાતના બંદરો પર બે નંબરના ભયજનક સિંગનલો લગાવી દેવાયા છે.

ખાસ જામનગરના કલેકટર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે જેને લઇને બંદર ઉપર ફિશિંગ બોટ નો ખડકલો થઈ ગયેલો જોવા મળ્યો હતો.

આ ઉપરાંત વાવાઝોડાને લઈને જામનગરમાં કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે અને એનડીઆરએફની બે ટુકડીઓ પણ બોલાવવામાં આવી છે (તસ્વીરાઃે કિંજલ કારસરીયા-જામનગર).

(12:52 pm IST)