સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

જામનગરનાં પડાણા- જાખર વચ્ચે અજાણ્યા શખ્સોનાં હાથે અજાણી યુવતીની હત્યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૫: મેઘપર પોલીસ સ્ટેશનમાં અમરસંગ માધવસંગ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–પ–ર૦ર૧ના કડવાણી કેમીકલ પાછળ, પડાણા –જાખર જવાના ગાડા માર્ગે કાંટાળા થોર પાસે કોઈ અજાણ્યો ઈસમોએ અજાણી સ્ત્ર્રી ઉ.વ.ર૦ થી રપ વાળીને કોઈપણ કારણસર પાણા(પથ્થર) વડે કે અન્ય કોઈ પણ રીતે માર મારી શરીરે ગંભીર ઈજા કરી મોત નિપજાવી ગુનો કરેલ છે.

(12:52 pm IST)