સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

પોરબંદરની સીવીલ હોસ્પિટલની મુલાકાત લેતા પરેશભાઇ ધાનાણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧પ :.. વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી આજે પોરબંદર આવીને ભાવસિંહજી સીવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી  સીવીલ હોસ્પિટલની મુલાકાતે આવીને દર્દીઓની સારવાર, ઇન્જેકશન ઓકસીજન દવા અંગે જાણકારી મેળવી હતી.

પરેશભાઇ ધાનાણીએ સીવીલ હોસ્પિટલમાં દર્દીઓના ખબર અંતર પુછયા હતાં.

(12:53 pm IST)