સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

જેતપુરમાં રૂની દુકાનમાં આગઃ પોલીસની સતર્કતાથી જાનહાની ટળીઃ ર કલાકે આગ કાબુમાં

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧પ :.. કોરોના મહામારીના કપરા કાળમાં આગજનીના બનાવો પણ પીછો છોડતા ન હોય તેમ હોસ્પીટલમાં આગના બનાવ બાદ શહેરમાં  ગત મોડી રાત્રે રૂની દુકાનમાં આગ લાગતા મોટી નુકશાની થયેલ હોવાનું જાણવા મળેલ છે.

શહેરના મુખ્ય વિસ્તાર સ્ટેન્ડ ચોકમાં ગ્લસ હાઇસ્કુલ પાછળની શેરીમાં આવેલ હુસેની કોટન નામની રૂના ગાદલા ભરવાની દુકાનમાં ગત રાત્રી ર.૩૦ વાગ્યાના અરસામાં આગ લાગેલ દરમ્યાન ત્યાંથી પોલીસ નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ તેને ખબર પડતા તેમણે તુરંત પાલીકાના ફાયર ફાઇટર તેમજ જીઇબીને જાણ કરતા પાવર બંધ કરાવેલ અને ફાયર ફાઇટરની મદદથી ર કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવેલ બધુ આગની લપેટમાં આવી જતા ભસ્મીભુત થઇ ગયેલ. સદનસીબે ત્યાં બે બાટલા હતા તેમાં કંઇ થયેલ ન હતું આ દુકાનની ઉપર રહેણાંક હોય તેમને પણ કંઇ ન થતા જાનહાની ટળી હતી.આગથી મોટી નુકશાની થયેલ હોવાનું જાણવા મળે છે.

(12:54 pm IST)