સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

વેરાવળ નગરપાલિકામાં ચુંટાયેલા ર૮ ભાજપના તમામ સભ્યોની જુદી જુદી સમીતીના ચેરમેન તરીકે વરણી

કોરોનામાં એક હજારથી વધારે મૃત્યુ પામેલા માટે બે મીનીટ પણ મૌન પડાયું નહી કોઈ શ્રઘ્ધાંજલીના શબ્દો પણ નહી ફકત સતાની વહેંચણી માટે બેઠક

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૫: વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા દ્રારા ૪૪ નગરસેવકોનું જનરલ બોર્ડ બોલાવાયેલ તેમાં ભાજપ ના ચુટાયેલા તમામ સભ્યોને ચેરમેન તરીકે હોદાઓ અપાયેલ હતા પણ એક હજાર થી વધારે કોરોના મૃત્યુ પામેલા સ્વજનો માટે કોઈએ પણ બે મીનીટ મૌન પણ પાડેલ ન હતું  તેથી તમામ સભ્યો ટીકાને પાત્ર બન્યા છે અને કોમેન્ટો પણ થઈ રહી છે.

વેરાવળ પાટણ નગરપાલિકા ના પ્રમુખ પીયુષ ફોફંડી ના અઘ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ બોલાવેલ તેમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ નગરસેવકો ઉપસ્થિત રહેલ હતા આ બોર્ડમાં કોરોના માં વેરાવળ ભીડીયા ભાલકાસહીત વેરાવળ તાલુકાના એક હજાર થી વધારે મૃત્યુ પામેલ હોય તેને શ્રઘ્ધાંજલી આપવા માટે બે મીનીટ મૌન પડાવું જોઈએ પણ સતાની મદ માં આવી ગયેલા પ્રમુખ,ઉપપ્રમુખ સહીત નગરસેવકોએ ફકત પોતાના હોદા મળે તેની ચિતા હોય તેમ ભાજપ ના ર૮ નગરસેવકો ચુંટાયેલા છે તે તમામને જુદી જુદી સમીતીના ચેરમેન બનાવી દેવાની જાહેરાત કરાયેલ હતી આમા ધણી કમીટીઓ એવી છે જેને કંઈ લાગતું વળગતું નથી શું કામગીરી કરવાની હોય છે તે પણ ખબર હોતી નથી. ફકત ભાજપ દ્રારા ર૮ સભ્યોને પોતે હોદો ભોગવે છે તેવી પ્રતીતી કરાવવા માટે હોદાઓની ફાળવણી કરવામાં આવેલ છે.

શહેરભરમાં ભાજપ કોગ્રેસ અપક્ષ પણ આ બેઠક માં હતા તેને પણ કોઈને શ્રઘ્ધાંજલી દેવાનું પ્રસ્તાવ મુકેલ ન હોય આર.જે.પી ના ઉદય શાહ, કોંગ્રેસના અફઝલ પંજા એ જણાવેલ કે કોરોના માં બધાને ભેગા કરવા વ્યાજબી નથી તેમજ અમો તો ખુબજ લાગણી સભર હતા પણ પ્રમુદ પદે અથવા ભાજપ તરફથી મૃત્યુ પામેલાઓને શ્રઘ્ધાંજલી માટે કોઈ વાતજ કરાયેલ નો હતી તેમજ નગરપાલિકા તરફથી કોરોનાની મહામારી માં શહેરીજનો માટે કંઈ રીતે આયોજન કરવું તેની પણ ચર્ચા થયેલ ન હોય ફકત ર૮ સભ્યોને હોદાઓ ફાળવવા માટે આ બોર્ડબોલાવેલ હોય તેવું જણાવેલ હતું.

(12:55 pm IST)